અખિલ ગુજરાત લોહાણા સમાજ નવનિર્વાચિત અધ્યક્ષના પદગ્રહણ અવસરે રઘુવંશી સમાજનું મહાસંમેલન
સ્નેહી જ્ઞાતિબંધુ શ્રી, જય રઘુવંશ, જય રઘુવીર,
દેશ – દેશાવરમાં રઘુવંશી સમાજની સૌથી વધુ વસ્તી ધરાવતાં ગુજરાત રાજ્યની લોહાણા સમાજની સંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજના નવા અધ્યક્ષશ્રી તરીકે જામનગરના યુવા ઉદ્યોગપતી શ્રી જીતેન્દ્ર હરિદાસ લાલ (જીતુભાઇ લાલ) ના તા. ૨૯-૦૯-૨૦૨૪ ના રોજ “જલારામ ધામ” વિરપુર ખાતે નવી જવાબદારીનો કાર્યભાર સંભાળશે.
આ અવસરને ગરિમાપૂર્ણ બનાવવા માટે સંતશિરોમણી પ.પૂ.જલારામબાપાની પાવક કર્મભૂમિ એવા વિશ્વ વિખ્યાત યાત્રાધામ વિરપુરમાં “જલારામ ધામ” ખાતે ગુજરાતભરના લોહાણા સમાજનું મહાસંમેલન આયોજીત કરવામાં આવ્યું છે.
રઘુવંશી સમાજના આ પ્રકારના આ સર્વપ્રથમ સંમેલનમાં ઉપસ્થિત રહી જ્ઞાતિ સંગઠ્ઠનના કાર્યમાં આપ સહભાગી બનો એ માટે આપને નિમંત્રીત કરતાં હર્ષની લાગણી અનુભવીએ છીએ.
દિનાંક : ૨૯-૦૯-૨૦૨૪, રવિવાર
સમય : બપોરે ૩:૩૦ કલાકે
સ્થળ : “જલારામ ધામ”, શુભ સંગમ પાર્ટી પ્લોટ, હોટલ જયશ્રી પેલેસની બાજુમાં, વિરપુર (જલારામ), તા.: જેતપુર, જી. : રાજકોટ.
પાર્કીંગ સ્થળ : એમ.જી.એલ. ફાર્મ હાઉસ, ગુણાતીત વિધ્યાધામ ગુરૂકુળ સામે, વિરપુર (જલારામ)

