જામનગર ખાતે એકલે હાથે અમન ચેરીટેબલ ટ્રસ્ટ ના નેજા હેઠળ વૃદ્ધાશ્રમ ના નવા જ બિલ્ડીંગ નું નિર્માણ કરવા જઈ રહેલા પારુલ બેન જોબનપુત્રા ને ઇન્ડો આફ્રિકા ચેરીટેબલ સોસાયટી, કેનેડા દ્વારા મદદ કરવા ના ભાગ રૂપે રૂ. 2.51 લાખ નો ચેક અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના, જૂનાગઢ જિલ્લા મારફત પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ મશરૂ, પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા ના વરદ હસ્તે એનાયત કરવામાં આવેલ. કાર્યક્રમ માં જલારામ સેવધામ ના મેનેજીંગ ટ્રસ્ટી પી.બી. ઉનડકટ દ્વારા અમન ચેરીટેબલ ટ્રસ્ટ ની કામગીરી વિશે સમજણ આપી હતી જ્યારે યતીનભાઈ કારિયા એ ઇન્ડો આફ્રિકા દ્વારા કરવામાં આવેલ સેવાકીય મદદ ની વિગતો આપી હતી. મહેન્દ્રભાઈ તેમજ ગીરીશભાઈ એ રઘુવીર સેના મારફત થઈ રહેલા કર્યો ની પ્રશંસા કરેલ અને મહેન્દ્રભાઈ એ જણાવેલ કે ગીરીશભાઈ ના નિવાસસ્થાને ખૂબ સત્કાર્યો થતા રહે છે જે આવકારદાયક છે. ગીરીશભાઈ એ યતીનભાઈ ની જૂનાગઢ માં છેલ્લા 2 વર્ષો ની અનેકગણી સેવાકીય પ્રવૃત્તિ ને બિરદાવેલ અને રઘુવીર સેના ને સહયોગી બનાવેલ તે બદલ આભાર વ્યક્ત કારેલ અને પારુલ બેન ના વૃદ્ધાશ્રમ ને શક્ય તેટલી મદદ અપાવવામાં સહયોગ ની ખાત્રી આપેલ. આ પ્રસંગે રઘુવીર સેના ગીરીશભાઈ આડતીયા, ગૌરવ રૂપારેલીયા, જયેશ ખખખર, હિરેન અઢિયા, રવિ સૂબા હાજર રહેલા. (Date: 24/01/2021)
Submitted By: Yatinbhai Karia

