કચ્છના નખત્રાણાના રઘુવંશી સમાજના ગૌરવવંતા અવનીબેન દ્વારા કથાકાર પરમ વંદનીય પૂ. મોરારી બાપુનું સુંદર ચિત્ર બનાવામાં આવ્યું અવનીબેનનું ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવશે
કચ્છના નખત્રાણા રહેતા રઘુવંશી વિપુલભાઈ પલણના લાડલી દીકરી અવનીબેન દ્વારા જણાવેલ કે મારા માતા પિતાના અને જલારામ બાપાના આશીર્વાદ અને ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય કલા સંસ્થા ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠના પ્રોત્સાહનથી થી હું ચિત્ર કલાક્ષેત્રે ખુબ આગળ વધી રહી છું. તાજેતરમાં રામકથા દ્વારા “સત્ય પ્રેમ કરૂણા” નો સંદેશો આપનાર વિશ્વ આધ્યાત્મિક ચેતનાનાં ચરણોમાં મારા વંદન સહ… વંદનીય પરમ પૂ. મોરારી બાપુનું સુંદર (સ્કેચ) ચિત્ર દોરેલ છે. અને મારી કલાના કામણ કરેલા ચિત્રો લોકકલા સંસ્કૃતિની સેવામાં હંમેશા તત્પર અને સમર્પિત પવિત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠને મોકલવામાં આવેલ સંસ્થા દ્વારા અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર. બથીયાના વરદ હસ્તે પ્રમાણપત્ર, ટ્રોફી, અને ગિફ્ટ તથા શાલ આપી આગામી સમયમાં કાર્યક્રમ અંતર્ગત વિશેષ સન્માન કરવામાં આવશે જય જય ગરવી ગુજરાત, મહામૂલ્ય સૌગાત, ધન્ય ધરા ગુજરાત, સંગીત, લોક કલા સંસ્કૃતિ તો ગુજરાત નો વારસો છે. સંસ્થા દ્વારા અવનીબેનને શુભેચ્છા પાઠવી.

વિશેષ સન્માન માં પસંદગી થવા બદલ અવનીબેન પલણ તથા પરીવાર દ્વારા ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય કલા સંસ્થા ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠનો આભાર વ્યક્ત કરવામાં આવેલ અવનીબેનને સંગીત ક્ષેત્રે ગાયનમા પણ ખૂબ અનેરો લગાવ છે. સંસ્થાના અધ્યક્ષશ્રી તથા ટ્રસ્ટીશ્રી અલ્પાબેન વગેરે દ્વારા અભ્યાસની સાથે અવનીબેન પલણ પરિવારનું તથા ગરવી ગુજરાત અને રાષ્ટ્રનું નામ રોશન કરે એવી વીણા વાદીની કલાની દેવીમાં સરસ્વતીને અને જલારામ બાપાને તથ દ્વારકાધીસને પ્રાર્થના સહ શુભેચ્છા પાઠવેલ જય જય ગરવી ગુજરાત, મહામૂલ્ય સૌગાત, ધન્ય ધરા ગુજરાત, સંગીત, લોક કલા સંસ્કૃતિ તો ગુજરાત નો વારસો છે.
Author: ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય કલા સંસ્થા ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા. (Kamleshbhai Bathiya)