ભાટીયાના સમાજ સેવક લોહાણા મહાજનના ગૌરવાવંતા પ્રમુખશ્રી તથા ઉપ પ્રમુખશ્રીનું સન્માન કરવામાં આવ્યું
તાજેતરમાં ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય સંસ્થા ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા ભાટીયા લોહાણા મહાજન પ્રમુખશ્રી કિશોરભાઈ દતાણી તથા ઉપ પ્રમુખશ્રી પરેશભાઈ દાવડાને વિશિષ્ટ સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા આયોજિત સંગીતના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં યુવાધનની અંદર રહેલી ગાયન, વાદન, સંગીત, નુર્ત્ય અને અભિનયની શક્તિઓ બહાર લાવવાના સુંદર અવસરે પણ કલાવીરોને પ્રેરણા અને આશીર્વચન આપવા પ્રમુખશ્રી કિશોરભાઈ દતાણી તથા ઉપ પ્રમુખશ્રી પરેશભાઈ દાવડા ખાસ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેતા હોય છે. પ્રમુખશ્રી, ઉપ પ્રમુખશ્રી તથા કારોબારી કમિટી દ્વારા લોહાણા સમાજમાં વિવિધ સેવાઓ પ્રવુર્તિઓ કરી રહ્યા છે. આ તકે પ્રમુખશ્રી કિશોરભાઈ દ્વારા જણાવતાં કે હું કિશોરભાઈ અને પરેશભાઈ દાવડા સન્માનના અધિકારી નથી જે કંઈ સેવાકાર્યો કરીએ છીએ એ સૌવ જ્ઞાતિ ભાઈઓના સહકારથી કરી રહ્યા છીએ અને અમારી ફરજના ભાગરૂપે કરીએ છીએ અને આ સન્માન પ્રમુખશ્રી અને ઉપ પ્રમુખશ્રીનું નથી પણ મારી સમગ્ર રઘુવંશી નાતનું સન્માન છે. જે અમો સહર્ષ સ્વીકાર કરીએ છીએ અને અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર. બથીયા તથા લોકકલા સંસ્કૃતિની સેવામાં સમર્પિત શ્રી સરસ્વતી સંગીત ટ્રસ્ટ – સંચાલિત નવગુજરાત સંગીત વિદ્યાપીઠની સમિતિનો અમો જય જલારામ સહ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ લી. લોહાણા મહાજન – પ્રમુખશ્રી કિશોરભાઈ દતાણી તથા ઉપ પ્રમુખશ્રી પરેશભાઈ દાવડા તથા સમગ્ર ભાટીયા લોહાણા મહાજન – કારોબારી કમિટી

