રઘુવંશીનું ગૌરવ દક્ષ કાનાબારની વિશેષ સન્માનમાં પસંદગી કરવામાં આવી
દક્ષ દ્વારા જણાવતા કે હું રઘુવંશી દક્ષ કાનાબાર માળિયા હાટીના જૂનાગઢ જિલ્લામાં રહું છું. મારા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન બાલવી માતાજી તથા અમારા રઘુકુળ એવા જલારામ બાપાની અસીમ કૃપાથી સંગીત કલાક્ષેત્રે તબલામાં આગળ વધ્યો છું. મને મારા પિતા સંજયભાઈ કાનાબાર તથા માતા રક્ષાબેન કાનાબાર અને પરિવાર નો ખૂબજ સારો એવો સપોર્ટ મળ્યો છે. હું મારા ગામનો પણ આભાર માનું છું માળિયા હાટીના તથા આજુબાજુના ગામોમાં કોઈ પણ જગ્યાએ સંગીત કાર્યક્રમ સત્સંગ સભા વગેરે હોય ત્યારે હું ત્યાં હાજર રહી મારી તબલાની કલાના કામણ પાથરૂ છું સાથે સાથે ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય ભાટિયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા વિશેષ સન્માનમાં મારી પસંદગી કરવામાં આવેલ છે. જે આગામી કાર્યક્રમ અંતર્ગત યોજવામાં આવશે અને તેના અધ્યક્ષ શ્રી કમલેશભાઈ આર. બથીયાના હસ્તે મને પારિતોષિક એવોર્ડ સાથે પ્રમાણપત્ર અને ગીફ્ટ આપી વિશેષ સન્માન કરવામાં આવશે જે બદલ અમો અધ્યક્ષશ્રી કમલેશભાઈ બથીયાનો તથા સંસ્થાની સમિતિનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.

12 વર્ષનો બાળ કલાકાર દક્ષ ગરવી ગુજરાત અને રાષ્ટ્રનું નામ રોશન કરે એવી વીણા વાદીની કલાની દેવીમાં સરસ્વતીને અને જલારામ બાપાને પ્રાર્થના સહ નવગુજરાત સંગીત વિદ્યાપીઠના અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર. બથીયા તથા સમિતિ તેમજ શ્રી સરસ્વતી સંગીત ટ્રસ્ટના ઉપપ્રમુખશ્રી તથા ટ્રસ્ટીશ્રીઓ દ્વારા અંતર ની શુભેચ્છા પાઠવી.
શ્રી સરસ્વતી સંગીત ક્લાસિસ – દ્વારકા કેન્દ્ર વ્યવસ્થાપકશ્રી સંગીતાબેન બથવાર એન.ડી.એચ. હાઈસ્કૂલ – દ્વારકા કેન્દ્ર વ્યવસ્થાપક શ્રી બાભંણીયા સાહેબ બાલવી સંગીત ક્લાસિસ – ભાણવડ કેન્દ્ર વ્યવસ્થાપકશ્રી સંજયભાઈ ખત્રી દ્વારકેશ સ્કૂલ ઓફ મ્યુજીક – ભાટીયા M.a. B.Ed. In Music કેન્દ્ર વ્યવસ્થાપકશ્રી પરશોતમભાઈ કછેટીયા તથા સંસ્થાના કાર્યકરોએ વિશેષ સન્માનમાં પસંદગી થયેલા કલાકારોને તથા ભાટીયા નવગુજરાત સંગીત વિદ્યાપીઠને અભિનંદન પાઠવેલ.
Author: ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય કલા સંસ્થા ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા. (Kamleshbhai Bathiya)