ધવલભાઈ ઠક્કર જણાવતા કે હું ગાંધીનગર રહું છું વર્ષ ૨૦૧૨ થી કલાક્ષેત્રમાં સંકળાયેલો છું જેમાં મે પોતે રંગમંચના અભિનેતા તથા સંગીત ક્ષેત્રમાં વાંસળી વાદન પણ કરેલ છે. વર્ષ 2014 માં મને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મુંબઈ ખાતે વંદનીય પરમ પૂજ્ય મોરારિબાપુના વરદ હસ્તે અર્પણ કરવામાં આવેલો ૨૦ જેટલા કમર્શિયલ નાટકોમાં મે અભિનય આપ્યો છે. હું અભિનંદન પાઠવતા જણાવું કે લોહાણા સમાજના અગ્રણી એવા મારા મોટાભાઈ શ્રી કમલેશભાઈ આર. બથીયા જેમને દરેક કલા પ્રેમીઓ માટે એક સુંદર મજાની ભેટ એટલે તેમની સંસ્થા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠની અમૂલ્ય ભેટ દરેક સંગીત પ્રેમીઓને અને કલા જગત ને આપી છે તદુપરાંત આ સુંદર મજાની ભેટ એ ગુજરાત સરકારશ્રી ગાંધીનગર દ્વારા રજિસ્ટ છે.

સમાજમાં ઉભરાતા નવોદિત કલાકારોની અંદર રહેલી કલાને પ્રોત્સાહિત કરવાનું ઉમદા કાર્ય એ નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવે છે અને કલાકારો માટે વિવિધ પ્રોત્સાહન એવોર્ડ, પ્રમાણપત્ર, ઈનામો વગેરે અર્પણ કરવામાં આવે છે જેથી નવોદિત કલાકારોને કળા ક્ષેત્રમાં આગળ વધવાના ઉત્સાહમાં વધારો થાય સાથે-સાથે નવોદિત કલાકાર નો પરિચય સમગ્ર સમાજ સુધી પહોંચે અને તેમને કલાક્ષેત્રમાં આગળ કારકિર્દી પણ બનાવી શક્ય બને એ માટેના તમામ પ્રયત્નો પણ ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવે છે જે તમામ કલા કસબીઓ માટે એક અમૂલ્ય ભેટ સ્વરૂપ છે તો આવી ઉમદા ભેટ કલાકારોને આપવા બદલ સંસ્થાના અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર. બથીયા તથા સમિતિને અભિનંદન સહ ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ.

ગાંધીનગરના સુપ્રસિદ્ધ કલાકારશ્રી ધવલભાઈ ઠક્કર દ્વારા પવિત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠને અભિનંદન પાઠવતા જણાવ્યું હતુ કે લોહાણા સમાજનું ગૌરવ સંગીતના સાધક મારા બહુ આત્મ સ્નેહી એવા મારા મોટાભાઈ શ્રી કમલેશભાઈ આર. બથીયા અધ્યક્ષશ્રી તરીકે ફરજ બજાવે છે. તેમની સંસ્થા ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય કલા સંસ્થા નવગુજરાત સંગીત વિદ્યાપીઠની અમૂલ્ય ભેટ કલા જગત ને આપી છે. સંસ્થા દ્વારા પવિત્ર શાસ્ત્રીય સંગીત, લોક કલા સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે. વર્તમાન નવોદિત કલાકારોને સંગીત, નૃત્ય અને નાટ્યની મૃત:પાય થતી મુળ કલાની સાચી ઓળખ સમજ અને સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવે છે. નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા કલાકારો માટે વિવિધ પ્રોત્સાહન એવોર્ડ, પ્રમાણપત્ર, ઈનામો વગેરે વખતોવખત કાર્યક્રમો આયોજિત કરી અર્પણ કરવામાં આવે છે ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠના અધ્યક્ષશ્રી કમલેશભાઈ બથીયા તથા સમિતિ દ્વારા કલાક્ષેત્રે ભગીરથ કાર્ય કરવામાં આવે છે. કમલેશભાઈ આર. બથીયા એ પરમ પૂજ્ય મોરારી બાપુના પણ આશીર્વાદ મેળવેલ છે.
અધ્યક્ષશ્રી અને સમિતિને અભિનંદન સહ ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ. જય જય ગરવી ગુજરાત, મહામૂલ્ય સૌગાત, ધન્ય ધરા ગુજરાત, સંગીત તો ગુજરાત નો વારસો છે.
Author: ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય કલા સંસ્થા ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા. (Kamleshbhai Bathiya)