આથી તમામ રઘુવંશી ભાઈ બહેનોને જણાવવામાં આવે છે કે શ્રી લોહાણા પરિષદના પ્રમુખ, મેનેજિંગ ટ્રસ્ટી તથા શ્રી સતિષ વિઠલાણીની પ્રેરણાથી પર્યાવરણ સમિતિ લોહાણા પરિષદ દ્વારા “તમારો કચરો જાણો અને રિસાયકલ કરો” અભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે.આ અભિયાનમાં જોડાવા માટે આપ સર્વેને વિનંતી છે.
એ માટે દેશ વિદેશમાં વસતા રઘુવંશીઓ માટે વકૃત્વ સ્પર્ધાનો આયોજન કરવામાં આવ્યું છે,તો દરેક આ સ્પર્ધામાં ભાગ લઈને પર્યાવરણનું મહત્વ અને પર્યાવરણની રક્ષા માટે આપનો કર્તવ્ય બજાવશો.
આ અભિયાનનું સંકલન શ્રી કિરીટ ભીમાણી (અધ્યક્ષ પર્યાવરણ સમિતિ) અને શ્રી કરણ ઠકકર દ્વારા કરવામાં આવશે. તો આપ સૌ આ અભિયાનની વધારે માહિતી માટે સાંજે ૫ થી ૭ દરમિયાન સંપર્ક ૯૮૨૦૬ ૨૨૮૦૨ કરી શકશો.
સર્વે પુરસ્કાર શ્રી લોહાણા પરિષદના અમરાવતી રિજિનલ પ્રમુખ તેમજ અમરાવતી ના પ્રસિદ્ધ પ્રતિષ્ટાવાન રઘુવીર રિફ્રેશમેન્ટ ના સંચાલક શ્રી ચંદ્રકાંતભાઈ મંગલજીભાઇ પોપટ વતી આપવામાં આવશે.
- કિરીટ એસ. ભીમાણી (અધ્યક્ષ પર્યાવરણ સમિતિ)
- સુરેશ વસાણી અધ્યક્ષ (વિદર્ભ વિભાગ) પર્યાવરણ સમિતિ
- માનવ એસ. બુદ્ધદેવ મંત્રી (વિદર્ભ વિભાગ) પર્યાવરણ સમિતિ
- મનોજ આયા અધ્યક્ષ (નાગપુર વિભાગ) પર્યાવરણ સમિતિ
- ડૉ. ધીરેન્દ્ર આડતીયા અધ્યક્ષ (અમરાવતી વિભાગ) પર્યાવરણ સમિતિ
- રાજેશ સોઢા અધ્યક્ષ (અકોલા વિભાગ) પર્યાવરણ સમિતિ
- મનોજ ઠક્કર મંત્રી (નાગપુર વિભાગ) પર્યાવરણ સમિતિ
- કિશોર ઠક્કર મંત્રી (અમરાવતી વિભાગ) પર્યાવરણ સમિતિ
- ભરત બી.બૂદ્ધેવ મંત્રી (અકોલા વિભાગ) પર્યાવરણ સમિતિ
Written By :Asmita Thakkar (Instagram ID: a_v_thakkar)



