નીડર,નિષ્ઠાવાન,કર્મઠ અને હિંદુ હ્દય સમ્રાટ એવા વાંકાનેર ભાજપના જવાંમર્દ ઉમેદવાર જીતુભાઈ કાંતિલાલ સોમાણી.

દેશની આન,બાન અને શાનમાં વધારો કરવા માટે ભારતના લાડીલા સપૂત અને મા હીરાબાનો હીરો એવા નરેન્દ્રભાઈ મોદી અથાગ,અવિરત,અતૂટ,અમાપ,અવર્ણનીય પ્રયત્નો નિષ્ઠાપૂર્વક કરી રહેલ છે.ગુજરાત વિધાનસભા-2022 ની મતદાનની તારીખો નજીકમાં છે.ગુજરાતમાં 182 કમળ ખીલે તે માટે બધા જ મત વિસ્તારોમાં તનતોડ પ્રયત્નો થઈ રહેલ છે.ભાજપના રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના મોટા ગજાના નેતાઓ પોતાની સભાઓ ગજવીને અનહદ પ્રયત્નો કરી રહેલ છે.ચાણકય નીતિથી પારંગત એવા અમીતભાઈ શાહ,વંદનીય સંત પૂજનીય યોગી આદિત્યનાથજી,આગવી દષ્ટિ ધરાવતા સી.આર.પાટીલ,નિષ્ઠાવાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના અસંખ્ય આગેવાનો રાજકારણની ગુજરાતની આ મહત્વની રમત સારી રીતે રમાય,જીતાય અને સફળ થવાય તે રીતે તમામ પ્રકારનાં જરૂરી પાસાં ગોઠવી રહ્યા છે.કયાંય કચાશ ના રહી જાય તે માટે ભાજપનું સમગ્ર મોવડીમંડળ સજાગ છે.

Jitubhai Somani

સદીઓથી ઘોર નિંદ્રામાં ઉંઘતા હિંદુઓને જગાડવાનું અઘરૂં તેમજ અતિ મહત્વનું મહાન કાર્ય ભાજપે કર્યું છે.રાષ્ટ્રના વિકાસની વાત હોય કે હિંદુ ધર્મની જાગૃતિની વાત હોય ભાજપે તમામ દિશાઓમાં નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા છે.મોરબી જિલ્લાની વાંકાનેર-67 વિધાનસભા સીટ ઉપર ભાજપે ખૂબ જ બાહોશ અને હિંદુ હ્દય સમ્રાટ તરીકે નામના મેળવનાર જીતુભાઈ સોમાણીને મેદાનમાં ઉતારેલ છે.પિતા કાંતિલાલ કરસનદાસ સોમાણી/ઠકકર અને માતા કંચનબેનના પરિવારમાં તારીખ 21-10-1958 ના રોજ વાંકાનેર ખાતે જન્મેલા જીતુભાઈ સોમાણી ખૂબ જ કર્મઠ,જાગૃત,નીડર,નિષ્ઠાવાન,હિંદુવાદી,રાષ્ટ્રવાદી,ભાજપને વફાદાર, લોકલાડીલા તેમજ ખૂબ જ મોટું ચાહકવર્તુળ ધરાવતા વ્યકિત છે.એમના બાપદાદા મૂળ બજાણા-પાટડીના વતની હતા.એમનું સમગ્ર પરિવાર છેલ્લા 75 વર્ષથી વાંકાનેરમાં સ્થાયી થયેલ છે.જીતુભાઈના પિતાજી હયાત નથી પરંતુ તેમનાં 84 વર્ષનાં પૂજનીય માતુશ્રી કંચનબાના આશીર્વાદ સદાય તેમની સાથે છે.1987 માં સૌપ્રથમવાર તેઓ વાંકાનેર નગરપાલિકામાં ચૂંટાયા હતા અને ત્યારથી આજદિન સુધી એટલે કે છેલ્લા 35 વર્ષથી નગરપાલિકામાં તેઓ કે તેમના પરિવારના કોઈ પણ સદસ્ય ચૂંટાય છે અને નગરની નિષ્ઠાપૂર્વક સેવા કરે છે.વાંકાનેર નગરપાલિકા,શહેર તેમજ તાલુકામાં જીતુભાઈ સોમાણીનો એક સ્વચ્છ રાજકીય આગેવાન તરીકે ખૂબ જ મોટો પ્રભાવ છે.

1998 માં તેઓ અપક્ષ તરીકે વિધાનસભાની ચૂંટણી લડયા હતા અને માત્ર 1373 મતોથી હાર્યા હતા. 2002 માં તેમનાં ધર્મપત્ની શ્રીમતી જ્યોત્સ્નાબેન સોમાણી ભાજપમાંથી ચૂંટણી લડયાં હતાં અને 10000 મતોથી જીતીને ધારાસભ્ય બન્યાં હતાં.2007–2012 માં પણ જીતુભાઈ ભાજપમાંથી વિધાનસભા લડયા હતા. 2017 માં માત્ર 1361 મતોથી જ જીતુભાઈ વિધાનસભાની વાંકાનેર સીટ ઉપરથી હાર્યા હતા. 1994 થી વાંકાનેર નગરપાલિકા ભાજપની જ રહી છે અને તેનો તમામ શ્રેય જીતુભાઈ સોમાણીના ફાળે જાય છે.તાજેતરમાં વાંકાનેર નગરપાલિકાની તમામ 28 સીટો ભાજપને મળેલ તેમાં પણ જીતુભાઈનું જ સંપૂર્ણ યોગદાન હતું.જીતુભાઈએ 15 વર્ષ વાંકાનેર લોહાણા મહાજનના ઉત્સાહી પ્રમુખ તરીકે સેવા આપી છે.એ પહેલાં 30 વર્ષ એમના પિતાજી વાંકાનેર લોહાણા મહાજનના ખૂબ જ વફાદાર અને વ્યસ્ત પ્રમુખ રહ્યા હતા.ત્રણ વખત જીતુભાઈ વાંકાનેર નગરપાલિકાના સફળ પ્રમુખ રહી ચૂકયા છે.એક વખત તેમનાં બહેન ઉષાબેન સોમાણી નગરપાલિકાનાં પ્રમુખ હતાં.એક સમયે તેમના પરિવારના ત્રણ સભ્યો એકીસાથે નગરપાલિકામાં કોર્પોરેટર તરીકે હતા.વાંકાનેર સીટ ઉપર રઘુવંશી લોહાણા સમાજના મર્યાદિત વોટ હોવા છતાં સમગ્ર હિંદુ સમાજ તેમજ વાંકાનેર વિસ્તારમાં ખૂબ જ નીડર અને સેવાભાવી તરીકેની આગવી ઉજ્જવલ છાપ ધરાવતા બિનભ્રષ્ટાચારી એવા જીતુભાઈ સોમાણીના નામ ઉપર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી,માનનીય શ્રી અમીતભાઈ શાહ,માનનીય શ્રી જે.પી.નડાજી,માનનીય શ્રી સી.આર.પાટીલ,માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહોર મારીને તેમને ઉમેદવાર બનાવ્યા છે.વાંકાનેર શહેર અને તાલુકાનો સમગ્ર હિંદુ સમાજ તેમની પડખે છે.રાજ્ય,સૌરાષ્ટ્ર, જિલ્લા તેમજ તાલુકા ભાજપના આગેવાનો સર્વ વિજયભાઈ રૂપાણી,મોહનભાઈ કુંડારીયા,ગોવિંદભાઈ પટેલ,ભૂપતભાઈ બોદર,બાબુભાઈ નસીત સહિતના અનેક આગેવાનોએ જીતુભાઈ સોમાણીને મોટી લીડથી જીતાડવા માટે કમર કસી છે અને સૌ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરી રહેલ છે.આશરે 2,81,000 જેટલું મતદાન ધરાવતા આ વિસ્તારમાં 70 થી 75% જેટલું મતદાન થતું હોય છે.

દિનેશભાઈ,રાજુભાઈ અને ઉષાબેનના ભાઈ એવા જીતુભાઈ સોમાણીના દીકરાઓ સમીરભાઈ,વિક્રમભાઈ દીકરી કિંજલબેન,પુત્રવધુઓ શ્રધ્ધાબેન,માહીબેન સહિતનું સમગ્ર પરિવાર ખૂબ જ વિનયી,નમ્ર,સરળ,ધાર્મિક,સેવાભાવી અને વિવેકી છે.જીતુભાઈ સોમાણી સાદગીને વરેલા ખૂબ જ સરળ અને લોકપ્રિય હોવાને લીધે વાંકાનેર વિસ્તારમાં તેમનું ખૂબ મોટું ચાહકવર્તુળ,હિતેચ્છુક વર્તુળ તેમજ શુભેચ્છક વર્તુળ છે.ચૂંટણી દરમિયાન 22-23 નવેમ્બરે મારે અને કનુભાઈ આચાર્યને પણ વાંકાનેર ખાતે જવાનું થયું અને તેમની શુભેચ્છા મુલાકાત લેવાનું થયું.વાંકાનેર તેમજ ચોટીલાના લોહાણા સમાજના આગેવાનો સાથે  મુલાકાત થઈ. વાંકાનેર લોહાણા મહાજનની મહત્વની બેઠકમાં પણ લાભ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.જીતુભાઈ સોમાણીના માર્ગદર્શન અને નેતૃત્વમા 17 એકર જમીનમાં વિશાળ રામધામ નિર્માણ થનાર છે.આ રામધામની વિગતો વિનુભાઈ કટારીયા પાસેથી જાણવા મળી તેમજ તેના ખાતમુહૂર્ત વખતે ઉતર ગુજરાતમાં નિમંત્રણ પાઠવવા આવેલ મિત્રો-આગેવાનો નવીનભાઈ પૂજારા(ચોટીલા),ચંદુભાઈ માવાવાળા,પદુભાઈ મજેઠીયા સહિત વિવિધ આગેવાનોને  મળવાનું બન્યું.જીતુભાઈના નાના ભાઈ રાજુભાઈ સોમાણી સાથે ઉંડાણપૂર્વક ચર્ચા થઈ. રાજુભાઈનો દિકરો અમેરિકામાં વોશિંગ્ટન ખાતે રહે છે.જમીન અને શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલ જીતુભાઈ સોમાણી સમગ્ર હિંદુ સમાજની અઠારે આલમ સાથે અંગત ઘરોબો ધરાવે છે.કુદરતી આફતો કે કોરોના જેવા રોગચાળામાં જીતુભાઈ સોમાણી અને તેમની ટીમની સેવા કાબિલેદાદ રહી છે.ચોટીલા ખાતે અમારા પરમ મિત્ર નવીનભાઈ પૂજારા અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી સરોજબેનની સેવા અને મહેમાનગીતીનાં પણ દર્શન થયાં.

વાંકાનેર વિસ્તાર તેમજ સમગ્ર મોરબી જિલ્લામાં ભાજપને મજબૂત બનાવવામાં જેમનો સિંહફાળો છે એવા જીતુભાઈ સોમાણી ખૂબ જ સારી લીડથી જીતે અને વાંકાનેર શહેર, વાંકાનેર ગ્રામ્ય વિસ્તાર તેમજ સમગ્ર વિધાનસભા વિસ્તારના વિકાસમાં મહત્વનું પ્રદાન કરે તેવી લોકોની ઈચ્છા,આશા,અપેક્ષા,આકાંક્ષા,મનોકામના છે. જીતુભાઈ સોમાણી વાંકાનેર વિધાનસભાની ચૂંટણીમાં જીતીને કમળની સુવાસને સમગ્ર ગુજરાત અને ભારતમાં પ્રસારિત કરે તેવી આશા-અપેક્ષા સાથે તેમને ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ અભિનંદન તેમજ અઢળક શુભેચ્છાઓ.

Article By: ભગવાનભાઈ ઠક્કર (બંધુ) ડીસા