રઘુવંશી સમાજનું તથા ગુજરાતનું ગૌરવ કમલેશભાઈ બથીયા.

ગૌરવ એટલે પવિત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયાની ગુજરાત સરકાર ગાંધીનગરની માન્ય કલા સંસ્થા નવગુજરાત સંગીત વિદ્યાપીઠ કલાકાર એ ઈશ્વરની દેન છે.

કોઈપણ પણ ભેદભાવ વિના સાંસ્કૃતિક હેતુ શાસ્ત્રીય સંગીત, લોકસંગીત લોકકલા સંસ્કૃતિનું જતન કરાવવા માટે ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય કલા સંસ્થા સ્વર, શબ્દ અને તાલની સેવાના ભાવથી કાર્યરત ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ હંમેશા તત્પર અને સમર્પિત રહે છે. સંસ્થાના અધ્યક્ષશ્રી કમલેશભાઈ બથીયા જેમ માં ના ઉદરમાં રહીને નવ મહિના માં ના મુખેથી સંગીત વારસો સાંભળીને જેમ સંગીતની સાધના કરીને જન્મ ધારણ કર્યો હોય એમ બાળપણથી જ સંગીતનો ખૂબ શોખ ધરાવે છે. અેવા શ્રી કમલેશભાઈ બથીયા તબલા વાદનમાં પોતે B. Ed. In Music ડિગ્રી ધરાવે છે. ગુજરાત સરકાર ગાંધીનગર આયોજિત કાર્યક્રમોમાં અને અન્ય સંસ્થાઓમાં પણ વખતો વખત “એવોર્ડ” સન્માન પત્ર અને પ્રમાણપત્રોથી તેમને નવાજવામાં આવ્યા છે. સતત છેલ્લા આઠ વર્ષથી સંગીત સેવાઓ કરી રહ્યા છે.

ગુજરાત સરકારશ્રીનો ઉમદા હેતુ ધ્યાનમાં રાખી સંસ્થા દ્વારા સંગીત કલાનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે. વર્તમાન નવોદિત કલાકારોને સંગીત, નૃત્ય અને નાટ્યની મૃત:પાય થતી મુળ કલાની સાચી ઓળખ સમજ અને સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવે છે. ભારતીય સંગીત કલા સંસ્કૃતિની મહેક પ્રસરાવવા સંસ્થા દ્વારા સમયાંતરે સાંસ્કૃતિક સંગીતના કાર્યક્રમો અને સંગીત તાલીમના પણ આયોજન કરવામાં આવે છે. જય જય ગરવી ગુજરાત મહામૂલ્ય સૌગાત, ધન્ય ધરા ગુજરાત, સંગીત તો ગુજરાત નો વારસો છે.

કમલેશ બથીયા - (Kamlesh Bathiya, Bhatia)
કમલેશ બથીયા – (Kamlesh Bathiya, Bhatia)

કલાકારોની કલાને હંમેશા અધ્યક્ષશ્રી કમલેશભાઈ બથીયા વંદનાના ભાવથી નીહાળે છે. અને કલાને સાદર સૂર વંદન કરે સંગીતની સાધના સંગીતની સેવા એ પરમેશ્વરની સાધના છે. સંગીતની દેવીમાં સરસ્વતીની સેવામાં સંસ્થાના અધ્યક્ષશ્રી અને પરીક્ષા મંત્રીશ્રી કમલેશભાઈ આર. બથીયા હંમેશા તત્પર અને સમર્પિત રહે છે. કલાક્ષેત્રે યુવા શકતી અને તેની પ્રતીભા બહાર આવે તેવા નિષ્ઠાપૂર્વક કાર્યો કરે છે. આવો આપણે સૌ સાથે મળીને ભારતીય સંગીત-કલા સંસ્ક્રુતિની મહેક પ્રસરાવીએ અને તે રીતે નાદબ્રહ્મનું પૂજન અર્ચન કરીએ.

Author: ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય કલા સંસ્થા ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા. (Kamleshbhai Bathiya)

Leave a Reply