રઘુવંશીનું ગૌરવ એટલે લિપિ સાદરાણી.  લિપિ સાદરાણી દ્વારા માતા પિતાના અને ભગવાનના આશીર્વાદથી તાજેતરમાં લિપિ દ્વારા વોટર કલર્સ થી શ્રી કૃષ્ણનુ સુંદર (સ્કેચ) ચિત્રો બનાવામાં આવ્યા  ભાવનગરમા મહેશભાઈની દીકરી તેમજ સોશિયલ મીડિયા ઈસ્ટાગ્રામ અને ટીકટોક પર ઓળખાતી લિપિ ઠક્કર (સાદરાણી) ને ચિત્ર બનાવાનો અનેરો લગાવ છે. સાંસ્કૃતિક ગીતો સાથે લિપિબેનના ટીકટોક માં સરસ વિડીઓ જોવ મળે છે. લોહાણા સમાજનું ગૌરવ છે. તેમની ચિત્ર કલા અદભૂત છે. તેઓ એ ગણેશજી તેમજ  શ્રી ક્રુષ્ણનુ અને સંત જલારામ બાપાના સુંદર સ્કેચ ચિત્રો દોરેલા અને સોશિયલ મીડિયા પર તથા ઠેર ઠેર લિપિ સાદરાણી ને શુભેચ્છા વર્ષા આવી રહી છે.

Lipi Sadrani, Bhavnagar
લિપિ સાદરાણી – ભાવનગર (Lipi Sadrani, Bhavnagar)

લિપિ સાદરાણી દ્વારા તેમની કલાના કામણ કરેલા ચિત્રો ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય સંસ્થા સ્વર શબ્દ અને લોકકલા સંસ્કૃતિની સેવામાં હંમેશા તત્પર અને સમર્પિત ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠને મોકલવામાં આવેલ લિપિના ચિત્રો સ્પષ્ટપણે જણાવે છે. દરેક ચિત્ર માત્ર સુંદરતા સભર જ નહીં પરંતુ સંસ્કૃતિનું ચિંતન કરી શકાય તેવા ભાવપૂર્ણ હોય છે. આ તકે અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર.બથીયા અને ટ્રસ્ટીશ્રી અલ્પાબેન વગેરે દ્વારા અભ્યાસની સાથે લિપિબેન સાદરાણી પરિવારનું તથા ગરવી ગુજરાત અને રાષ્ટ્રનું નામ રોશન કરે એવી વીણા વાદીની કલાની દેવીમાં સરસ્વતીને અને જલારામ બાપાને તથા દ્વારકાધીસને પ્રાર્થના સહ શુભેચ્છા પાઠવેલ તથા સંસ્થાની સમિતિ દ્વારા અંતર ની શુભેચ્છા સહ આશીર્વાદ આપ્યા.

ગુજરાત સરકારશ્રીનો ઉમદા હેતુ ધ્યાનમાં રાખી સંસ્થા દ્વારા લોકકલાનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે. વર્તમાન નવોદિત કલાકારોને સંગીત, નૃત્ય અને નાટ્યની મૃત:પાય થતી મુળ કલાની સાચી ઓળખ સમજ અને સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવે છે.

Author: ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય કલા સંસ્થા ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા. (Kamleshbhai Bathiya)


Leave a Reply