હાર્દિક નિમંત્રણ: શ્રી માંડવી લોહાણા તાલુકા મહાજન અને શ્રી માંડવી લોહાણા યુવક મંડળના સંકયુંત ઉપક્રમે સરસ્વતી સન્માન સમારંભ.
જય ઝુલેલાલ સાથે જણાવવાનું કે તા 01/09/2019, રવિવારના રોજ બપોરે 4:00 કલાકે શ્રી માંડવી તાલુકા લોહાણા મહાજન ના ઉપક્રમે માંડવી તાલુકા લોહાણા પરિવારના સીનીયર સીટીજનોનું સન્માન,
25 વર્ષ કે તેથી વધારે સમયથી સાસુ/સસરા-વહુ સયુંકત કુટુંબમાં રહેતા હોય તેમનું સન્માન તેમજ ગત વર્ષના તેજસ્વી તારલાઓને સન્માનવાના કાર્યકમ નું આયોજન કરેલ છે.
આ પ્રોગ્રામની સાથે જ શ્રી માંડવી લોહાણા યુવક મંડળના ઉપક્રમે 33મો સરસ્વતી સન્માન સમારંભ તેમજ વિવિધ ક્ષેત્રે વિશિષ્ઠ પદવી પ્રાપ્ત કરનારાઓનું સન્માન તથા જે દંપતી ને લગ્નના 50 વર્ષ પુરા થયા હોય તેમનું સન્માન કરવામાં આવશે. તો સર્વે લોહાણા પરિવાર બંધુઓને સમયસર હાજરી આપી પોત્સાહન આપવા વિનતી.
પ્રમુખ સ્થાન:
શ્રી હરિણભાઈ શિવજીભાઈ ગણાત્રા
પ્રમુખશ્રી, માંડવી તાલુકા લોહાણા મહાજન, લોહાણા બોર્ડિંગ, માંડવી લોહાણા મહાજન

