જુનાગઢ જિલ્લાનું ગૌરવ ગૂજરાત સરકાર ગાંધીનગરની માન્ય સંસ્થા દ્વારા જુનાગઢના ગૌરવવંતા કલાકાર મીત મહેતાની વિશેષ સન્માન માટે પસંદગી કરવામાં આવી.
સંગીત એક સાધના છે, આરાધના છે, સંગીત એ આત્માને પરમાત્મા સાથે ભક્તિથી ભેળવવાની એક સુંદર અનુભૂતિ છે. જુનાગઢ રહેતા લોહાણા સમાજના મીત મહેતાએ શાસ્ત્રીય સંગીતમાં ગાયન અને હાર્મોનિયમ ક્ષેત્રે સંગીતની દુનિયામાં ખૂબ જ નાની વયે ખ્યાતિ તેમજ લોકચાહના મેળવી છે. મીત મહેતાને સંગીત ક્ષેત્રે વખતોવખત અનેક સંસ્થાઓ દ્વારા ટ્રોફી, પ્રમાણપત્રો થી નવાજવામાં આવ્યા છે. મીત મહેતાને જલારામ બાપા અને માતા પિતા, પરીવાર તેમજ પરમતત્વ પરમાત્મા ની કૃપાથી તેઓ આજે સફળતાના શીખરો સર કરી રહ્યા છે. ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય સંસ્થા ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠના અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર. બથીયાના વરદ હસ્તે મીત મહેતાને જય સીયારામ સહ મીત મહેતાની કલાને સાદર સૂર વંદન સહ ” પારિતોષિક એવોર્ડ ” પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી સાલ ઓઢાડી વિશેષ સન્માન આગામી સમયમાં કાર્યક્રમમાં કરવામાં આવશે ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા કોઈપણ પણ ભેદભાવ વિના સાંસ્કૃતિક હેતુ શાસ્ત્રીય સંગીત, લોકસંગીત લોકકલા સંસ્કૃતિનું જતન કરાવવા કલાની દેવી માં સરસ્વતીની સેવામા અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર. બથીયા તથા સંસ્થાની સમિતિ સદા તત્પર રહે છે.

ગુજરાત સરકાર ગાંધીનગરની માન્ય સંસ્થા દ્વારા વિશેષ સન્માનમાં પસંદગી થતા મીતને ઠેર ઠેર શુભેચ્છા વર્ષો થઈ રહી છે. આ તકે અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર.બથીયા અને ટ્રસ્ટીશ્રી અલ્પાબેન વગેરે દ્વારા મીત મહેતા પરિવારનું તથા ગરવી ગુજરાત અને રાષ્ટ્રનું નામ રોશન કરે એવી વીણા વાદીની કલાની દેવીમાં સરસ્વતીને અને જલારામ બાપાને તથા દ્વારકાધીસને પ્રાર્થના સહ શુભેચ્છા પાઠવેલ તથા સંસ્થાની સમિતિ દ્વારા અંતર ની શુભેચ્છા સહ આશીર્વાદ આપ્યા ગુજરાત સરકારશ્રીનો ઉમદા હેતુ ધ્યાનમાં રાખી સંસ્થા દ્વારા લોકકલાનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે. વર્તમાન નવોદિત કલાકારોને સંગીત, નૃત્ય અને નાટ્યની મૃત:પાય થતી મુળ કલાની સાચી ઓળખ સમજ અને સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવે છે.
Author: ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય કલા સંસ્થા ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા. (Kamleshbhai Bathiya)