જામનગર ખાતે એકલે હાથે અમન ચેરીટેબલ ટ્રસ્ટ ના નેજા હેઠળ વૃદ્ધાશ્રમ ના નવા જ બિલ્ડીંગ નું નિર્માણ કરવા જઈ રહેલા પારુલ બેન જોબનપુત્રા ને ઇન્ડો આફ્રિકા ચેરીટેબલ સોસાયટી, કેનેડા દ્વારા મદદ કરવા ના ભાગ રૂપે રૂ. 2.51 લાખ નો ચેક અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના, જૂનાગઢ જિલ્લા મારફત પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ મશરૂ, પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા ના વરદ હસ્તે એનાયત કરવામાં આવેલ. કાર્યક્રમ માં જલારામ સેવધામ ના મેનેજીંગ ટ્રસ્ટી પી.બી. ઉનડકટ દ્વારા અમન ચેરીટેબલ ટ્રસ્ટ ની કામગીરી વિશે સમજણ આપી હતી જ્યારે યતીનભાઈ કારિયા એ ઇન્ડો આફ્રિકા દ્વારા કરવામાં આવેલ સેવાકીય મદદ ની વિગતો આપી હતી. મહેન્દ્રભાઈ તેમજ ગીરીશભાઈ એ રઘુવીર સેના મારફત થઈ રહેલા કર્યો ની પ્રશંસા કરેલ અને મહેન્દ્રભાઈ એ જણાવેલ કે ગીરીશભાઈ ના નિવાસસ્થાને ખૂબ સત્કાર્યો થતા રહે છે જે આવકારદાયક છે. ગીરીશભાઈ એ યતીનભાઈ ની જૂનાગઢ માં છેલ્લા 2 વર્ષો ની અનેકગણી સેવાકીય પ્રવૃત્તિ ને બિરદાવેલ અને રઘુવીર સેના ને સહયોગી બનાવેલ તે બદલ આભાર વ્યક્ત કારેલ અને પારુલ બેન ના વૃદ્ધાશ્રમ ને શક્ય તેટલી મદદ અપાવવામાં સહયોગ ની ખાત્રી આ…
લોહાણા મહાપરિષદના નવ નિયુક્ત પ્રમુખ ની શુભેચ્છા મુલાકાત 2021
આપણા સમાજની માતૃસંસ્થા લોહાણા મહાપરિષદના માનનીય પ્રમુખ શ્રી સતિષભાઇ વિઠ્ઠલાણી અને મહિલા વિંગ ના પ્રમુખ શ્રીમતી રશ્મિબેન વિઠ્ઠલાણી સમગ્ર હાલાર જિલ્લાના મહાજન અને જ્ઞાતિ સંસ્થાઓ સાથેની શુભેચ્છા મુલાકાતે આગામી તારીખ ૭ જાન્યુઆરી ૨૦૨૧ ના ગુરુવારે આવી રહ્યા છે ત્યારે, સમગ્ર હાલાર લોહાણા સમાજ વતી શ્રી જીતુભાઈ લાલ (સંયોજક) અને દ્વારકાદાસભાઈ રાયચુરા (મોટાભાઈ) કનવીનર દ્વારા સમગ્ર હાલાર જિલ્લા (જામનગર અને દેવભૂમિ દ્વારકા) ના તમામ મહાજન અને જ્ઞાતિ સંસ્થાઑ નું સ્નેહ મિલન જામનગર લોહાણા મહાજન ખાતે ૭ જાન્યુઆરી ગુરુવારે સવારે ૧૧:૦૦ વાગ્યે રાખેલ છે. આ સ્નેહમિલનમાં આપ સૌને ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.
સર્વે લોહાણા જ્ઞાતિજનો ને આપણા લોહાણા સમાજના ફેસબુક ગ્રુપ Lohana Portal માં જોડાવા વિનંતી. https://www.facebook.com/groups/LohanaPortal/
Satishbhai Vithlani Jamnagar Visit 2021 Satishbhai Vithlani Jamnagar Visit 2021 Satishbhai Vithlani Jamnagar Visit 2021દ્વારકા ટુડે સાથે આજ રોજ લોહાણા મહ…
Bharat Dattani Song | Patang Taro Patang Maro | Uttarayan 2021
Uttarayan 2021 New Original Gujrati Song Patang Taro Patang Maro 🪁પતંગ તારો પતંગ મારો🪁 sung by Singer and Live Performer Bharat Dattani. Social Media Partner Lohana Portal.
હેલ્લો ગુજરાત,
ઉત્તરાયણ ઉજવવા માટે તૈયાર છો?
અને ખરી મોજ તો ત્યારે જ આવે જયારે આકાશે જંગ જામે તારા અને મારા પતંગ વચ્ચે.!
આ જંગ કેવો હશે એ જોવા અને પતંગના તાલે ઠુમકા લગાવવા ધાબા પર તૈયાર થઈ જાઓ.
ભરત દત્તાણી અને ટીમ, ઉત્તરાયણ ઉપર આપના માટે લાવી રહી છે ધમાકેદાર, ધારદાર, જોરદાર, ઠુમકાદાર, મોજીલું ગીત
🪁પતંગ તારો...પતંગ મારો...🪁
આ ગીત યુુટ્યૂબ ચેનલ ભરત દત્તાણી પર 8 જાન્યુઆરી ના રોજ લોન્ચ થઈ રહ્યું છે.
તો આ ગીત ના તાલે પતંગ ચગાવવા તૈયાર થઈ જાવ.
તમારી ફિરકી પકડવા વાળીને સાથે જ રાખજો..!❤️
એ..એ..હાલો..આવી ગયું..!!
🪁પતંગ તારો પતંગ મારો🪁
ઉત્તરાયણ પર આપ બધાના ધાબે ધમાલ મચાવવા અને પ્રેમના પેચ લડાવા માટે મોજીલું ગીત લોન્ચ થઈ ચુકયુ છે.
ગીતને માણવા અત્યારે જ લિંક પર ક્લિક કરો.
Read moreરઘુવંશીનું ગૌરવ વિહા મૃગ – રાજકોટ (Veeha Mrug, Rajkot)
નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા લોહાણા સમાજનું ગૌરવ રાજકોટની બાળકલાકાર વિહા મૃગ સન્માન કરવામાં આવ્યું .
રાજકોટની શહેરની સુપ્રસિદ્ધ ડાન્સર, એક્ટર વિહા જેનિશભાઈ મૃગ 6 વર્ષની બાળ કલાકાર રાજકોટ તેમજ સમસ્ત લોહાણા સમાજ નું ગૌરવ છે. અનેક લોહાણા સમાજ દ્વારા અને અનેક સંસ્થા દ્વારા સન્માનો થયેલા છે. તેને 15 જેટલા.એવોર્ડ મળેલા છે, તેમજ મુંબઈમાં પણ સુપ્રસિદ્ધ એકટરે પણ સન્માનિત કરેલુ તેમની આ કલા અને સફળતા જોઈને તેની કલા ને બીરદાવા માટે ગુજરાત સરકાર ગાંધીનગરની માન્ય કલા સંસ્થા પવિત્ર દેવભૂમિ દ્વારકા ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું આ તકે તેમના પરિવાર દ્વારા લોહાણા સમાજનું ગૌરવ એવાં અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર. બથીયા તથા સંસ્થાની સમિતિનો આભાર વ્યક્ત કરેલ જેનિશભાઈ મૃગની લાડલી દીકરી ડાન્સર, એન્કર વિહા (મોગલ છોરૂ) કલા ક્ષેત્રે પરિવારનું તથા ગરવી ગુજરાત અને રાષ્ટ્રનું નામ રોશન કરે એવી એવી માં મોગલ અને દ્વારકાધીસને પ્રાર્થના જય જલારામ સહ સંસ્થાની સમિતિ દ્વારા શુભેચ્છા પાઠવી.
Veeha Mrug, RajkotAuthor: ગુજરાત સરકાર ગાંધીનગર માન્…
રઘુવંશીનું ગૌરવ જય મજેઠિયા – કચ્છ (Jay Majethiya, Kutch)
નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા લોહાણા સમાજ નું ગૌરવ એવા કચ્છના જય મજેઠિયાનું સન્માન કરવામાં આવ્યું
કચ્છ ના આગળ વધતા નાની ઉંમરના કલાકાર કચ્છ નું તેમજ સમસ્ત લોહાણા સમાજ નું ગૌરવ એવા જય મજેઠિયા ની પ્રગતિ જોઈને તાજેતર માં ગુજરાત સરકાર - ગાંધીનગર ની માન્ય દેવભૂમિ દ્વારકાની ભાટિયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા વક્તા શ્રી જય મજેઠિયાનું સન્માન કરવામાં આવ્યું જય કચ્છ મિત્ર ના લેખકશ્રી પાર્થ દવે ના હાથે પણ સન્માન થઈ ચૂક્યા છે અને અલગ અલગ શાળા, કોર્પોરેટ ઇવેન્ટ્સ , લગ્ન તેમજ પારિવારિક પ્રસંગો માં વક્તા તરીકે જઈ ચૂક્યા છે. અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર. બથીયા તથા સંસ્થાની સમિતિ દ્વારા વક્તાશ્રી જયને સન્માન સહ અભિનંદન પાઠવેલ.
Jay Majethiya, KutchAuthor: ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય કલા સંસ્થા ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા. (Kamleshbhai Bathiya)
Instagram ID: jay_majethiya_43
રઘુવંશીનું ગૌરવ ખ્વાઈશ ઠક્કર – નવસારી (Khwaish Thakkar, Navsari)
નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા લોહાણા સમાજની બાળ કલાકાર ડાન્સર, એક્ટર મોડલ યુટ્યુબર હિરેન ઠકકર અને હિરલ ઠક્કર ની સુપુત્રી ખ્વાઈશ ઠક્કરનું સન્માન કરવામાં આવશે ,
જ્યારે કોરોનાની મહામારી થી આખી દુનિયા જજુમતી હતી ત્યારે ઘરમાં રહીને શાળા અને ટ્યુશન બંધ હોવાનો ફાયદો લઈને ૫ વર્ષ ની ખ્વાઈશ ઠક્કરના મમ્મી હિરલ ઠક્કરે યુટ્યુબ પર ચેનલ બનાવી અને અન્ય પ્રવૃત્તિ (રસોઈ,આર્ટ એન્ડ ક્રાફ્ટ, એક્ટિંગ વગેરે) દ્વારા આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો તારીખ ૨૭ -૮- ૨૦ ના રોજ પ્રથમ વીડિયો યુટ્યુબ પર અપલોડ કર્યો હતો, જેના ત્રણ હજારથી વધારે વ્યૂઝ પણ આવ્યા હતા અને તારીખ ૨૯-૧૧- ૨૦૨૦ ના રોજ અમિત ઠક્કર દ્વારા રજૂ કરેલી "કીટી પાર્ટી " (શોર્ટ ફિલ્મ )દ્વારા ખ્વાઈશને કરિયરની નાનકડી શરૂઆત થઈ હતી,
તદ ઉપરાંત આસામની ઈન્ટરનેશનલ કિડ્સ ફેશન શો માં પણ ત્રીજા નંબર પર આવીને લોહાણા સમાજનું ગૌરવ વધારેલ અન્ય કોમ્પિટિશનમાં વિજેતા બની ગઈ છે. તેમના પરિવાર અને સમાજનું પણ નામ રોશન કર્યુ હતું આ જોઈને અને તેમની કલા અને સફળત…
Jagdishbhai Jobanputra, Junagadh
શું આપ આ જગદીશભાઈ જોબનપુત્રને ઓળખો છો?
જો ના ઓળખતા હોવ તો હવે ઓળખી લેજો, એ મળવા જેવા માનવી છે.
જગદીશભાઈ, તમે ખુબ ખુબ સેવાનું કાર્ય કરતા રહો, સફળતા મેળવતા રહો, અમારા સૌની અનેક અનેક શુભેચ્છાવો
ભાટીયાના લોહાણા મહાજનના પ્રમુખશ્રી તથા ઉપ પ્રમુખશ્રીનું સન્માન
ભાટીયાના સમાજ સેવક લોહાણા મહાજનના ગૌરવાવંતા પ્રમુખશ્રી તથા ઉપ પ્રમુખશ્રીનું સન્માન કરવામાં આવ્યું
તાજેતરમાં ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય સંસ્થા ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા ભાટીયા લોહાણા મહાજન પ્રમુખશ્રી કિશોરભાઈ દતાણી તથા ઉપ પ્રમુખશ્રી પરેશભાઈ દાવડાને વિશિષ્ટ સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા આયોજિત સંગીતના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં યુવાધનની અંદર રહેલી ગાયન, વાદન, સંગીત, નુર્ત્ય અને અભિનયની શક્તિઓ બહાર લાવવાના સુંદર અવસરે પણ કલાવીરોને પ્રેરણા અને આશીર્વચન આપવા પ્રમુખશ્રી કિશોરભાઈ દતાણી તથા ઉપ પ્રમુખશ્રી પરેશભાઈ દાવડા ખાસ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેતા હોય છે. પ્રમુખશ્રી, ઉપ પ્રમુખશ્રી તથા કારોબારી કમિટી દ્વારા લોહાણા સમાજમાં વિવિધ સેવાઓ પ્રવુર્તિઓ કરી રહ્યા છે. આ તકે પ્રમુખશ્રી કિશોરભાઈ દ્વારા જણાવતાં કે હું કિશોરભાઈ અને પરેશભાઈ દાવડા સન્માનના અધિકારી નથી જે કંઈ સેવાકાર્યો કરીએ છીએ એ સૌવ જ્ઞાતિ ભાઈઓના સહકારથી કરી રહ્યા છીએ અને અમારી ફરજના ભાગરૂપે કરીએ છીએ અને આ સન્માન પ્રમુખશ્રી અને ઉપ પ્રમુખશ્રીનું નથી પણ મારી સમગ્ર રઘુવંશી…
Cooking House By Megha Sachdev – Interview Blog
Hi, my name is megha sachdev. I am a Computer Engineer as per my educational qualification. I have served as a professor for about 2 years at amrut engineering collage and had been the Head of Department there. But I left that job and select youtube as full time profession.
From where did your journey began? When you decided to Start a YouTube Cooking Channel?I began sharing my recipes in the written format with a Facebook page called “rasoi ni rani- gujarati recipes”. My recipes were acknowledged and tried by so many peoples. This caught the eye of the group admin chirag bhai kaneriya. who later called and asked me to share 1-2 paid recipes every week in the group in a specific format and and after seeing my recipes on facebook, so many relatives and friends suggest me to create my own youtube channel. This worked as the foundation for my r…
રઘુવંશીનું ગૌરવ મીત મહેતા – જુનાગઢ (Meet Mehta, Junagadh)
જુનાગઢ જિલ્લાનું ગૌરવ ગૂજરાત સરકાર ગાંધીનગરની માન્ય સંસ્થા દ્વારા જુનાગઢના ગૌરવવંતા કલાકાર મીત મહેતાની વિશેષ સન્માન માટે પસંદગી કરવામાં આવી.
સંગીત એક સાધના છે, આરાધના છે, સંગીત એ આત્માને પરમાત્મા સાથે ભક્તિથી ભેળવવાની એક સુંદર અનુભૂતિ છે. જુનાગઢ રહેતા લોહાણા સમાજના મીત મહેતાએ શાસ્ત્રીય સંગીતમાં ગાયન અને હાર્મોનિયમ ક્ષેત્રે સંગીતની દુનિયામાં ખૂબ જ નાની વયે ખ્યાતિ તેમજ લોકચાહના મેળવી છે. મીત મહેતાને સંગીત ક્ષેત્રે વખતોવખત અનેક સંસ્થાઓ દ્વારા ટ્રોફી, પ્રમાણપત્રો થી નવાજવામાં આવ્યા છે. મીત મહેતાને જલારામ બાપા અને માતા પિતા, પરીવાર તેમજ પરમતત્વ પરમાત્મા ની કૃપાથી તેઓ આજે સફળતાના શીખરો સર કરી રહ્યા છે. ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય સંસ્થા ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠના અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર. બથીયાના વરદ હસ્તે મીત મહેતાને જય સીયારામ સહ મીત મહેતાની કલાને સાદર સૂર વંદન સહ " પારિતોષિક એવોર્ડ " પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી સાલ ઓઢાડી વિશેષ સન્માન આગામી સમયમાં કાર્યક્રમમાં કરવામાં આવશે ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા કોઈપણ પણ ભેદભાવ વિના સાંસ્કૃતિક હેતુ શાસ્ત્રીય સં…