રઘુવંશી સમાજના ગૌરવવંતા આદરણીય શ્રી રમણીકભાઈ એમ. મોટાણી.
ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય કલા સંસ્થા ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા શ્રી રમણીકભાઈ એમ. મોટાણીની વિશેષ સન્માન માટે પસંદગી કરવામાં આવી છે.
કલાકાર એ ઈશ્વરની દેન છે. કલાક્ષેત્રે ઉમદા સેવા આપવા બદલ રઘુવંશી સમાજના ગૌરવવંતા ખંભાલીયા રહેતા સમાજ સેવક આદરણીય શ્રી રમણીકભાઈ એમ. મોટાણીને ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠના અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર. બથીયાના વરદ હસ્તે પારિતોષિક એવોર્ડ " પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી સાલ ઓઢાડી વિશેષ સન્માન આગામી સમયમાં કાર્યક્રમમાં કરવામાં આવશે સંગીતની સેવા સંગીતની સાધના એ પરમેશ્વરની સાધના છે. નવગુજરાત સંગીત વિદ્યાપીઠના અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર. બથીયાએ તથા સમિતિ દ્વારા તથા શ્રી સરસ્વતી સંગીત ટ્રસ્ટના ઉપપ્રમુખશ્રી, ટ્રસ્ટીશ્રીઓ દ્વારા અંતર ની શુભેચ્છા પાઠવેલ સ્વર,શબ્દ અને તાલની સેવાના ભાવથી કાર્યરત ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા ગુજરાત સરકારશ્રીનો ઉમદા હેતુ ધ્યાનમાં રાખી લોકકલા સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે.જય જય ગરવી ગુજરાત મહા…