શ્રી જલારામ ગ્રુપ દ્વારા આયોજીત સ્વ દિવ્યેશ ભરત ભાઈ કારીયા ના સ્મણાથે ઓપન સૌરાષ્ટ્ર રઘુવંશી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ દિવ્યેશ કપ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગઈ કાલે મેગા ફાઇનલ માં જુનાગઢ ની લાયન્સ ઓફ સૌરાષ્ટ્ર અને રઘુવીર ઈલેવન તાલાલા વચ્ચે રમાયેલ હતો જેમાં લાયન્સ ઓફ સૌરાષ્ટ્ર એ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 139 રન કર્યા હતા અને જીતવા માટે 140 રન નો ટારગેટ રઘુવીર ઈલેવન તાલાલા ને આપ્યો હતો જેમાં અંતિમ ઓવર માં 13 રન કરવાના હતા ત્યારે જુનાગઢ નાં યુવા all rounder હર્ષ રાતડીયા એ ફક્ત 7 રન આપી લાયન્સ ઓફ સૌરાષ્ટ્ર ને જીત અપાવી હતી આ પ્રસંગે જુનાગઢ નાં મેયર શ્રી ધીરુભાઈ ગોહિલ લોહાણા સમાજ નાં અગ્રણી શ્રી ડોલર ભાઈ કોટેચા કૃષ્ણ કાંત ભાઈ રૂપારેલીયા અને લોહાણા મહાજન નાં સભ્યોએ ખાસ હાજરી આપી હતી અને બાબરા થી પધારે ટીમ નાં શ્રી રિશી ભાઈ રૂપારેલીયા એ આયોજન ને એક સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કર્યા હતા
આ તકે ટુર્નામેન્ટ નાં આયોજક અને ચેમ્પિયન ટીમ નાં કેપ્ટન જયેશ ભાઈ એ કહેલું કે આવતા થોડા મહિના માં જુનાગઢ માં ઓપન ઈન્ડિયા રઘુવંશી ક્રિકેટ ટુર્નામેન્ટ નું ભવ્ય આયોજન કરવાનો વિચાર છે અને જીવતો રહીશ ત્યાં સુધી ક્રિકેટ ટુર્નામેન્ટ કરતો રહીશ કેમ કે ક્રિકેટ તો ખાલી માધ્યમ છે પરંતુ આમાં સમાજ ને ભેગો કરવો એ મહત્ત્વ ની બાબત છે
Submitted By: Jayeshbhai Khakhar
