Riya Tanna is a popular on Tik Tok Star on video social network app. Riya Tanna also a popular anchor and artist as well. She was born in surat. Riya Tanna is a very popular on other social media platform like Instagram as well. Here you can find exclusive Biography question and answer for Riya Tanna. If you are looking for anchor of your corporate events, concerts then you contact her on their official email or social media profile.

- તમારો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો?
મારો જન્મ 25/11/2000 ના રોજ સુરતમાં થયો હતો.
- એક બાળક તરીકે તમે સૌથી પ્રભાવશાળી વ્યક્તિ કોણ હતા?
જયારે હું બાળક હતી ત્યારે મારા માટે સૌથી પ્રભાવશાળી વ્યક્તિ એટલે કે ડૉક્ટર, કારણ કે મને લોકોની મદદ કરવી ખુબ ગમે તો હું ડૉક્ટર બની કંઈક કરવા માંગતી હતી.
- તમારી મનપસંદ રમત શું હતી?
મારી પ્રિય રમત અંતાક્ષરી હતી અને આજે પણ એ જ છે.
- શું તમને કોઈ ઉપનામ છે?
મારા ખુબ જ ઉપનામ છે મારા પિતાને એ ત્રણ ભાઈ છે એમને બહેન નથી પહેલા સંતાનમાં હું દીકરી હોવાથી એ મને બાળપણ થી બેન કહીને બોલાવે છે જયારે મમ્મી મને ઘુ ઘુ, મિત્રો કાગડી અને બકબક કહે છે.
- તમારા શ્રેષ્ઠ મિત્ર કોણ છે? શું તમે હજી પણ તેમના સંપર્કમાં છો?
મારા શ્રેષ્ઠ મિત્રો માં 2 લોકોજ છે અને હંમેશા રહેશે 1) પંક્તી: સ્કૂલ માં 8માં ધોરણ થી સાથે હતા. મારી બધી પરિસ્થિતિમાં સાથ આપ્યો છે. આજે પણ સાથે છે. 2) રાધા : અમારી દોસ્તીને 3 વર્ષ પુરા થયા છે. પણ રાધારિયા બેસ્ટ બોન્ડ એટલે કે અમારી જોડી બધાથી અલગ છે. ટિક્ટોક માં 2 મિલિયન લાઇક્સ છે.
- અભ્યાસ માટે તમારો પ્રિય વિષય કયો હતો?
જયારે મેં bio સાયન્સ કર્યું ત્યારે મને સૌથી વધુ English અને bio ગમતું. 1 to 10 મા history મારો પ્રિય વિષય હતો.
- તમારી મનપસંદ રમત શું છે?
મારી મન પસંદ રમત ક્રિકેટ છે. જે મને બહુ જ ગમે છે.
- તમને શાળા શિક્ષણ વિશે સૌથી વધુ શું ગમ્યું?
શાળા અને શિક્ષણમાં સૌથી યાદગાર પળ છે મારી આઈ. પી. સવાણી સ્કૂલ કે ત્યાં વિતાવેલ દરેક પળ યાદગાર છે. Golden time of my life.
- તમારી પ્રથમ નોકરી શું હતી?
મારી પ્રથમ નોકરી હતી જૂનાગઢમાં R.J ની જોબ. રેડીઓ જોકી આખું જૂનાગઢ મારો અવાજ સાંભળતું.
- તમારી શ્રેષ્ઠ નોકરી શું હતી?
મારી શ્રેષ્ઠ નોકરી એ જ R.J ની હતી.
- તમારી કારકિર્દીનો સૌથી મોટો વળાંક કયો છે?
મારી કારકીર્દીનો સૌથી મોટો વળાંક એટલે R.J માંથી Anchor Riya અને ત્યાંથી Actor Riya એટલે કે A ની life માં entry.
- તમારી આદર્શ નોકરી શું હશે?
મારી આદર્શ નોકરી અત્યારે કંઈ જ નથી બસ હું જલારામ ઈવેન્ટ્સ & એન્ટટેનમેન્ટ ને ઇન્ડિયા લેવલ પર લઇ જવા માંગુ છું અને એંકરિંગ અને એકટીંગ માં કંઈક ઈમ્પ્રોવમેન્ટ લાવવા માંગુ છું.
- તમારા માટે “કુટુંબ” શબ્દનો અર્થ શું છે?
મારા માટે કુટુંબ એટલે સવારનો થાક જ્યાં પળભર મા વીતી જાય એવી જગ્યા કે ત્યાં બધી ભૂલ માફ છે. માત્ર પ્રેમ જ છે.
- કઈ રીતે તમારા માતાપિતાએ તમને સૌથી વધુ પ્રભાવિત કર્યો છે?
મારા પપ્પા એ હંમેશા મને આગળ વધો અટકો નહીં આ શીખવ્યું છે. જયારે હું નિરાશ થઈને રોવું છું ત્યારે ત્યારે તેમણે મને કંઈક શીખવાડ્યું છે. બસ તું આગળ વધ દુનિયાને હું જોઈ લઈશ. મારા પપ્પા બધું જ છે મારા માટે. જયારે મમ્મી અને બા એ હંમેશા એક વડીલ તરીકે નહીં પણ સહેલી તરીકે મારો ઉછેર કર્યો છે. મારી લાઈફલાઈન મમ્મી અને બા છે.
- શું તમને ભાઈ-બહેન છે? કેટલા, તેઓ નાના છે કે મોટા?
મારે એક ભાઈ અને એક બહેન છે. અમે ત્રણ ભાઈ બહેન છીએ. મારી ઉંમર 19 વર્ષ છે. નાની બહેન કૃપા એ 17 વર્ષની છે. હાલ 11th કૉમેર્સ છે. નાનો ભાઈ ધૈર્ય એ 7 વર્ષ નો છે. હાલ 1st માં છે.
- તમારી માટે “ખુશી” ની વ્યાખ્યા શું છે?
મારી ખુશી એટલે મારો ટપુડો (ધૈર્ય) મારો ભાઈ અને Kitkat બસ આ બે મને બોવ જ હેપ્પી રાખે છે. હંમેશા બીજાની મદદ કરવી અને હસવું, લોકોને હસાવવું બસ આ જ મારી ખુશી.
- તમારી સાથે સૌથી મનોરંજક વસ્તુ કઇ છે?
મારા માટે મારુ કામ જ મનોંરંજન છે. જેનાથી મને સફળતા મળી એટલે કે youtube માં લાખો લોકો અમારા વિડીયો જોવે છે.
- તમે કેવી રીતે વિચારો છો કે લોકો તમને યાદ કરશે?
બસ લોકો મને ફેવરિટ બનાવે કારણ કે મારે ફેમસ નથી થવું હજારો લોકોના દિલ માં રાજ કરવું છે. મને મારા માતાપિતા, સમાજ અને કામથી ઓળખે એટલી મને સિધ્ધિ પ્રાપ્ત કરવી છે.
- તમારા ફાજલ સમયમાં તમે શું કરવાનું પસંદ કરો છો?
મારા ફાજલ સમય માં હું કંઈક નવી સ્ટોરી લખું છું. શોર્ટ ફિલ્મ માટે તેમજ મોટિવેશન પુસ્તક વાંચું છું. ગૂગલ ના માધ્યમથી અને ટીક ટોક માટે કોમેડી કન્ટેન્ટ વિચારું છું.
- જો તમે એક અતિ-માનવ શક્તિ મેળવી શકો, તો તે શું હશે?
મારી પાસે એ શક્તિ હોત તો આજે ઘણી જગ્યા એ લોકો આગળ આવવા માંગે છે, કામ કરવા માંગે છે, જેને કોઈ સાથ નથી આપતું અંતે એ આત્મહત્યા કરે છે. તો હું એ લોકોને વર્ક આપું કળા કૌશલ્યથી દેશને આગળ લઇ જાવ અને યુવાપેઢીને આત્મહત્યા કરતા પરિબળો દૂર કરું.
- તમારો સૌથી મોટો ભય શું છે?
મારો સૌથી મોટો ડર એ જ છે કે મારા પાસે સોનાની ગરજ સારે એવા મિત્રો એટલે કે રાધા, પંક્તિ. બસ આ લોકો મને મૂકીને ના જાય. હજારો ચાહવાવાળા છે. પણ મારા માટે મારા ત્રણ મિત્રો જ બધું છે. બસ અમારી દોસ્તી ત્યારે જ તૂટે જ્યારે મારો શ્વાસ છૂટે.