આગામી તા.૧૨ ઓકટોબર ૨૦૨૪ ના રોજ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા રાજકોટ તથા ભુજ માં રઘુવંશી સમાજ ના લોકો માટે જાહેર શસ્ત્ર પૂજન ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે.
આ વર્ષે રાજકોટ શહેર માં રઘુવંશી સમાજ ના ૧૧૦૦ રઘુવંશી યુવાનો શસ્ત્ર પૂજા મહોત્સવ માં જોડાશે. આપ સૌ જાણો જ છો કે શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ નું આ ચૌથું શસ્ત્ર પૂજન ના જાહેર કાર્યક્રમ નું આયોજન છે. ગયા વર્ષે આ આયોજન માં રાજ્ય ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ પધાર્યા હતા અને સંગઠન ના યુવાનો નું સમાજ અને ધર્મ પ્રત્યે ની લાગણી જોઈ ને પ્રસંશા પણ કરી હતી.
આ વર્ષે જો કોઈ રઘુવંશી યુવાન આ શસ્ત્ર પૂજન મહોત્સવ માં ભાગ લેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ નંબર પર કોલ કરી ને વધુ વિગત મેળવી શકે છે અને જો કોઈ યુવાન એ શસ્ત્ર ની ખરીદી કરવાની હોય તો પણ આ નંબર પર રજી્ટ્રેશન કરાવી શકે છે.
મો : ૮૩૦૬૪૨૩૮૬૮ (કે.ડી રઘુવંશી , સંસ્થાપક અને ગુ.પ્રમુખ શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ )
આ આયોજન માં જોઈ કોઈ વ્યક્તિ મોરબી , જામનગર , જેતપુર અથવા અમદાવાદ માંથી આવવા ઈચ્છતા હોય તો પણ પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ત્યાં થી આવવા તથા જાવવા ની વ્યવસ્થા કરી આપવામાં આવશે.
Article By Instagram: @official_ryss_gujarat
