આપણા સમાજની માતૃસંસ્થા લોહાણા મહાપરિષદના માનનીય પ્રમુખ શ્રી સતિષભાઇ વિઠ્ઠલાણી અને મહિલા વિંગ ના પ્રમુખ શ્રીમતી રશ્મિબેન વિઠ્ઠલાણી સમગ્ર હાલાર જિલ્લાના મહાજન અને જ્ઞાતિ સંસ્થાઓ સાથેની શુભેચ્છા મુલાકાતે આગામી તારીખ ૭ જાન્યુઆરી ૨૦૨૧ ના ગુરુવારે આવી રહ્યા છે ત્યારે, સમગ્ર હાલાર લોહાણા સમાજ વતી શ્રી જીતુભાઈ લાલ (સંયોજક) અને દ્વારકાદાસભાઈ રાયચુરા (મોટાભાઈ) કનવીનર દ્વારા સમગ્ર હાલાર જિલ્લા (જામનગર અને દેવભૂમિ દ્વારકા) ના તમામ મહાજન અને જ્ઞાતિ સંસ્થાઑ નું સ્નેહ મિલન જામનગર લોહાણા મહાજન ખાતે ૭ જાન્યુઆરી ગુરુવારે સવારે ૧૧:૦૦ વાગ્યે રાખેલ છે. આ સ્નેહમિલનમાં આપ સૌને ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.
સર્વે લોહાણા જ્ઞાતિજનો ને આપણા લોહાણા સમાજના ફેસબુક ગ્રુપ Lohana Portal માં જોડાવા વિનંતી. https://www.facebook.com/groups/LohanaPortal/





દ્વારકા ટુડે સાથે આજ રોજ લોહાણા મહાપરિષદ ના પ્રમુખ સતિષભાઈ વિઠલાણી અને મહિલા પ્રમુખ રસમીબેન વિઠલાણી એ દ્વારકા લોહાણા સમાજ ના આગેવાનો સાથે મુલાકાત કરી.
ખાસ વાતચીત રઘુવંશી યુવા પત્રકાર ઓમ થોભાણી દ્વારા.
Credit: Dwarka Today
લોહાણા મહાપરિષદ ના નવ નિયુક્ત પ્રમુખ ની શુભેચ્છા મુલાકાત – પોરબંદર.
શ્રી અખિલ વિશ્વ લોહાણા મહાપરિષદ નાં નવ નિયુક્ત 15 માં પ્રમુખ શ્રી સતીશ ભાઈ વિઠલાણી તથા લોહાણા મહાપરિષદનાં મહિલા અધ્યક્ષા શ્રી રશ્મિબેન વિઠલાણી તા. 8 જાન્યુઆરી, 2021 શુક્રવારે પોરબંદર ની શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતા.
પોરબંદર લોહાણા મહાજન દ્વારા એક સ્વાગત કાર્યક્રમ નું ખુબ મર્યાદિત જ્ઞાતિ ના શ્રેષ્ઠીઓ ની હાજરી માં શ્રી મોહનભાઈ કોટેચા – તાજાવાલા વાડી પર કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર લોહાણા મહાજન ઉપરાંત છાયા લોહાણા મહાજન આદિત્યાંના લોહાણા મહાજન અને રાણાવાવ લોહાણા મહાજન ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ માં મહાજન ના વરિસ્ટ ટ્રસ્ટી અનિલભાઈ કારીયા એ સહુ નું સ્વાગત કરેલ હતું, રાણાવાવ મહાજન પ્રમુખ ભરત ભાઈ રાજાણી, મહિલા અગ્રણી દુગાબેન લાદી વાલા અને અગ્રણી ઉધોગપતિ તેમજ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના ના માર્ગદર્શક પદુ ભાઈ રાયચુરા એ પ્રાસંગિક ઉદબોધન સાથે જ્ઞાતિલક્સી ચર્ચા કરી હતી. નવ નિયુક્ત પ્રમુખ સાથે જ્ઞાતિ હિત ની વાત અને તેને સ્પર્શતા મુદ્દા ની ચર્ચા મુદ્દાસર રીતે ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી હતી. પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠલાણી ની જરૂરી માહિતી સાથે નો પરિચય મહાજન ના ટ્રસ્ટી વિજયભાઈ મજીઠીયા એ આપ્યો હતો.
આ કાર્યક્રમ માં રઘુવંશી અગ્રણી અને જાણીતા ઇતિહાસકાર નરોત્તમ ભાઈ પલાણ પણ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની આગવી શૈલી માં આશિર્વચન પાઠવેલ હતા.
લોહાણા મહાજન ના ટ્રસ્ટીઓ હસુભાઈ બુદ્ધદેવ, નાથુભાઈ ઠકરાર, લલિતભાઈ સમાણી, ચેતન લાખાણી, ભાવિન કારીયા સુરેશભાઈ કોટેચા તેમજ લોહાણા મિત્ર મંડળ ના પ્રમુખ પરિમલ ઠકરાર, જાણીતા ઉદ્યોગપતિ આનંદભાઈ પ્રતાપભાઈ દત્તાની, મનોજભાઈ બદિયાની, પિયુષ મજીઠીયા, દિલીપભાઈ ગાજરા, મોહનભાઈ લાખાણી, જયેશભાઈ પોપટ, વિજયભાઈ દત્તની, અલ્પેશ મશરું, મહિલા મંડળ ના કોકિલાબેન આડતિયા વંદનાબેન રૂપારેલ અને લોહાણા હિતેચ્છુ મહિલા મંડળ ના યામીનીબેન ધામેચા ઉપસ્થિત રહ્યા હતા. મહિલા સભ્યો એ મિટિંગ માં હાજરી આપી હતી.
મિટિંગ ના અંતે મહાજન મત્રી રાજુભાઈ લાખાણી એ ઋણ સ્વીકાર અને આભાર વ્યક્ત કરેલ હતો. કાર્યક્રમ સંચાલન મહાજન ના કારોબારી સભ્ય જીતેશભઇ રાયઠઠ્ઠા એ કરેલ હતું.
Submitted By: રાજુભાઈ લાખાણી




