હોળી સ્પેશ્યલ વાનગી: “ઠંડાઈ”

સામગ્રી:

બદામ (Almonds): 25-30 No.
કાજુ (Cashew): 20 No.
પિસ્તા (Pistachio): 30 No.
કિશમિશ (Raisins): 25 No.
મગઝતરી ના બી (Melon Seeds): 3 T.spoon
ખસખસ (Poppy seeds): 3 T. spoon
કાળા મરી (Black Pepper): 15-20 No.
લવિંગ (Cloves) : 8-10 No.
એલચી (Cardamom): 15 No.
તજ (Cinnamon Stick): 1 inch
વરિયાળી (Fennel Seeds): 3 T. spoon
કેસર (Saffron) : Pinch
ખાંડ (Sugar): Half Cup
દૂધ (Full Fat Milk): 1 ltr
ગુલકંદ (Pot Pourri): 3 T.spoon

રીત:

સૌ પ્રથમ કાજુ, બદામ, પિસ્તા(મીઠા વગર ના), કિશમિશ, મગઝતરી ના બી, ખસખસ, કાળા મરી, લવિંગ, એલચી, તજ, વરિયાળી ને કેસર આ બધી જ વસ્તુઓ એક મોટા વાસણ માં 6-8 કલાક માટે પાણી માં પલાળી ને મૂકી દેવા.

જો તમારી પાસે સમય ઓછો હોય તો ગરમ પાણી માં 2 કલાક માટે પલાળવા.

8 કલાક બાદ બધું બરાબર પલળી જાય એટલે મિક્સર માં પીસી ને એકદમ સરસ પેસ્ટ તૈયાર કરી લેવી. પીસતી વખતે તેમાં અડધો કપ ખાંડ પણ ઉમેરવી.

હવે આ તૈયાર થયેલ પેસ્ટ ને ઠંડા દૂધ માં નાખી ને એક વાર મિક્સર અથવા હેન્ડ બ્લૅન્ડર વડે ફેરવી લેવું. એક ગ્લાસ ઠંડાઈ બનાવવી હોય તો લગભગ એક ગ્લાસ ઠંડા દૂધ માં આ તૈયાર કરેલ પેસ્ટ એક થી દોઢ ચમચી જેટલી નાખવી અને સાથે અડધી ચમચી જેટલું ગુલકંદ નાખી ને પીસી લેવું. તો તૈયાર છે ગરમી માં ઠંડક આપે એવું આપણું ડ્રિન્ક એટલે કે ઠંડાઈ!!

આ માપ થી તમે 10-12 ગ્લાસ ઠંડાઈ બનાવી શકશો!!

Holi Special Thandai Recipe By Krupa Na Rasode - Image 1
Holi Special Thandai Recipe By Krupa Na Rasode – Image 1
Holi Special Thandai Recipe By Krupa Na Rasode - Image 2
Holi Special Thandai Recipe By Krupa Na Rasode – Image 2

Recipe By: કૃપાલી હાર્દિક પલણ, અંજાર, કચ્છ!

Instagram Id: @krupaleethacker

You Tube Channel : Krupa Na Rasode

Leave a Reply