રઘુવંશીનું ગૌરવ એટલે વિશ્વાબેન ઠક્કર
વિશ્વાબેન ઠક્કર દ્વારા જણાવતા કે તેઓએ માતા પિતાના અને ભગવાનના આશીર્વાદથી તાજેતરમાં વોટર કલર્સથી શ્રી કૃષ્ણનુ સુંદર (સ્કેચ) ચિત્રો બનાવામાં આવ્યા વડોદરા મા રહેતા અશોકભાઈ ની લાડલી દીકરી વિશ્વા ઠક્કર સોશિયલ મીડિયા ઈસ્ટાગ્રામ અને ટીકટોક પર ઓળખાતી વિશ્વા ઠક્કર ને ચિત્ર બનાવાનો અનેરો લગાવ છે. કલાકાર એ ઈશ્વરની દેન છે. વિશ્વાબેનને ગીતાના શ્લોક તથા સંગીત પ્રેત્ય અનેરો લગાવ છે. કલાક્ષેત્રે આગળ વધવા વિશ્વાને તમેના પરિવાર અને વ્રૂંદાબેન ખૂબ સહકાર આપી રહ્યા છે. સાંસ્કૃતિક ગીતો સાથે વિશ્વાબેનના ટીકટોક માં સરસ વિડીઓ જોવા મળે છે.

પૂ. મહાત્મા ગાંધીજીની 150 મી જન્મ જયંતિ અંતર્ગત યોજાયેલ કલા ઉત્સવમાં નિબંધ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવેલ તેમની ચિત્ર કલા અદભૂત છે. તેઓ એ શ્રી ક્રુષ્ણનુ અને સંત જલારામ બાપાના સુંદર સ્કેચ ચિત્રો દોરેલા અને સોશિયલ મીડિયા પર તથા ઠેર ઠેર વિશ્વા ઠક્કર ને શુભેચ્છા વર્ષા આવી રહી છે. વિશ્વા ઠક્કર દ્વારા તેમની કલાના કામણ કરેલા ચિત્રો ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય સંસ્થા ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠને મોકલવામાં આવેલ ચિત્રો સ્પષ્ટપણે જણાવે છે. દરેક ચિત્ર માત્ર સુંદરતા સભર જ નહીં પરંતુ સંસ્કૃતિનું ચિંતન કરી શકાય તેવા ભાવપૂર્ણ હોય છે.
આ તકે અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર.બથીયા અને ટ્રસ્ટીશ્રી અલ્પાબેન વગેરે દ્વારા અભ્યાસની સાથે વિશ્વાબેન પરિવારનું તથા ગરવી ગુજરાત અને રાષ્ટ્રનું નામ રોશન કરે એવી વીણા વાદીની કલાની દેવીમાં સરસ્વતીને અને જલારામ બાપાને તથા દ્વારકાધીસને પ્રાર્થના સહ શુભેચ્છા પાઠવેલ તથા સંસ્થાની સમિતિ દ્વારા અંતર ની શુભેચ્છા સહ આશીર્વાદ આપ્યા ગુજરાત સરકારશ્રીનો ઉમદા હેતુ ધ્યાનમાં રાખી સંસ્થા દ્વારા લોકકલાનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે. વર્તમાન નવોદિત કલાકારોને સંગીત, નૃત્ય અને નાટ્યની મૃત:પાય થતી મુળ કલાની સાચી ઓળખ સમજ અને સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવે છે.
Author: ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય કલા સંસ્થા ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા. (Kamleshbhai Bathiya)